નવી દિલ્હી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી મોરચાના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરૂદ્ઘ દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા સામે દેશદ્રોહનો કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.
કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ ચલાવવા દિલ્હી સરકારની લીલી ઝંડી - Kanhaiya kumar
જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા સામે દેશદ્રોહનો કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.
kanhaiya
દેશદ્રોહના મુદ્દે સીઆરપીસીના સેક્શન 196 અંતર્ગત જ્યાર સુધી સરકાર મંજૂરી ન આપે, ત્યાં સુધી ન્યાયાલય ફરિયાદને ધ્યાને નથી લેતી. જેના કારણે કન્હૈયા કુમાર સામે કેસ ચલાવવા દિલ્હી સરકારની પરવાનગીની જરૂરી હતી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ગઈ 24 ફેબ્રુઆરીએ દિલ્હી સરકારને નિર્દેશ આપવા માટેની માગ કરતી અરજી નકારી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, કોર્ટે આવા સામાન્ય આગ્રહ માટે સંદર્ભે તે ન કરી શકાય.
Last Updated : Feb 28, 2020, 8:37 PM IST