ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેજરીવાલની મોટી જાહેરાતઃ એક સપ્તાહ માટે દિલ્હીની બોર્ડર સીલ, હવે ખુલશે બધી દુકાનો - કોરોના સંકટ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી તમામ બોર્ડર સીલ કરી દેવાશે, ત્યારબાદ લોકોના જે સૂચનો મળશે, જેના આધારે બીજો નિર્ણય લેવાશે.

Kejriwal announcement
કેજરીવાલની મોટી જાહેરાત

By

Published : Jun 1, 2020, 4:24 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી તમામ બોર્ડર સીલ કરી દેવાશે, ત્યારબાદ લોકોના જે સૂચનો મળશે, જેના આધારે બીજો નિર્ણય લેવાશે.

કેજરીવાલની મોટી જાહેરાત

આ અંગે કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં હવે સલૂન ખુલશે, પણ સ્પા બંધ રહેશે. બજારમાં હાલ દુકાનો ખલોવા માટે ઓડ-ઈવન સિસ્ટમ અપનાવવામાં આવી રહી હતી, પણ કેન્દ્ર સરકારે આવો કોઈ નિયમ બનાવ્યો નથી. એટલા માટે તમામ દુકાનોને ખોલી શકાશે.

કેજરીવાલે કહ્યું કે, ઓટો, ઈ-રિક્ષા અને અન્ય વાહનોમાં પહેલા યાત્રિઓની સંખ્યા નક્કી કરવામાં આવી હતી, પણ હવે એ પ્રતિબંધ પણ હટાવાઈ રહ્યો છે.

દિલ્હીની સીમાને એક સપ્તાહ માટે સીલ કરી દેવાઈ છે. જરૂરી સેવાઓને તેનાથી અલગ રાખવામાં આવી છે, ત્યારે દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી ઘણી પાર્ટીઓના કાર્યકર્તાઓ સાથે કેજરીવાલના આ નિર્ણયનો વિરોધ કરવા માટે રાજઘાટ પહોંચ્યા હતાં, જ્યાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. લોકડાઉન વચ્ચે આ રીતે દેખાવો કરવા માટે પ્રતિબંધ છે.

ABOUT THE AUTHOR

...view details