મમતા બેનરજી પછી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન મોદીની શપથવિધિ સમારંભમાં જવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી વિશાળ બહુમતી પછી નરેન્દ્ર મોદી 30 મી મેના રોજ વડાપ્રધાન તરીકે તેમની બીજી પારીની શરૂઆત કરશે. 30 મે ગુરુવારની સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાની શપથ લેવડાવશે.
મોદીની શપથવિધિના આમંત્રણનો કેજરીવાલે કર્યો સ્વીકાર, રહેશે હાજર - BJP
નવી દિલ્હીઃ મંગળવારની સાંજે શપથવિઘિમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હાજર રહેવાનો આમંત્રણ પત્ર મળ્યો હતો અને તેમણે તેનો સ્વીકાર કરી ખુશી વ્યક્ત કરી હતી.

ફાઇલ ફોટો
આ સમય દરમિયાન તેમના કેબિનેટના મંત્રીમંડળ પણ શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારંભની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમાં દેશ-વિદેશના ઘણા મહેમાનો હાજર રહશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે સાંજે શપથ સમારંભમાં જોડાવા માટેનું આમંત્રણ પત્ર મળ્યું છે અને તે સ્વીકાર કરી ખુશી વ્યક્ત કરી હતી.