ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરી પંડિતો ઘર વાપસીની જોઈ રહ્યાં છે રાહ, PM મોદીને કરી અપીલ - કાશ્મીરી પંડિત ન્યૂઝ

કાશ્મીરી પંડિતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી છે કે તેઓનું દેશનિકાલ (બળજબરીથી હટાવવું) સમાપ્ત થાય અને તેમના ઘરે પરત આવવા તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને પણ કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા તાકીદ કરી છે.

kashmiri pandit
kashmiri pandit

By

Published : Sep 14, 2020, 8:11 AM IST

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી છે કે તેઓનું દેશનિકાલ (બળજબરીથી હટાવવું) સમાપ્ત થાય અને તેમના ઘરે પરત આવવા તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને પણ કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા તાકીદ કરી છે.

બલિદાન દિવસની પૂર્વ સંધ્યા પર વેબિનારના માધ્યમથી આયોજીત કશ્મીરી પંડિતોની મહાપંચાયતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે પંડિત સમુદાયને કાશ્મીરમાંથી કાઢી નાખતી વખતે સમુદાયના શહીદ થયેલા શહીદોના પરિજનો પણ હાજર રહ્યાં હતાં. વેબિનારમાં જમ્મુ, દિલ્હી, બેંગલુરૂ, પુના, કેનેડા અને કેપટાઉન ઈંગ્લેન્ડમાં રહેતા કાશ્મીરી પંડિત સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વેબિનાર બાદ જાહેર થયેલા નિવેદનમાં આયોજકોએ કહ્યું હતું કે દેશનિકાલ કાશ્મીરી પંડિતોની સાત લાખ જેટલી જનસંખ્યા પુરા વિશ્વમાં ફેલાઈ ગઈ છે, જે લોકો પોતાની શરતો પર માતૃભૂમિ પરત ફરવા રાહ જોઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details