કાશ્મીરી પંડિત સમુદાય છેલ્લા 29 વર્ષથી આ દિવસને મનાવી રહ્યા છે.
શનિવારના રોજ પંડિતો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર 1989-90માં ઈસ્લામિક જિહાદીઓ દ્વારા કાશ્મીરમાં જાતિગત સફાઈની શરૂઆત થઈ હતી. જેમાં કહેવાયું હતું કે, હજારો લોકો માર્યા ગયા, મહિલાઓ સાથે દુષ્કર્મ થયા, સંપતિ અને મંદિરો તોડવામાં આવ્યા. કાશ્મીરી પંડિતોને ભગાડવા માટે અખબારોમાં ધમકીઓ આપવામાં આવી.
આ નિવેદનમાં સાથે એવું પણ જણાવાયું છે કે, એક જ રાતમાં 5 લાખ લોકોને પોતાના ઘરમાંથી ખદેડવાનું કામ થયું હતું. તેમાં કહેવાયું છે કે, જમ્મુમાં યોગ્ય હવામાન, ભૂખમરી, સાંપના ડંશ અને પલાયનના કારણે દુ:ખી થયેલા લોકો સ્વાસ્થ્ય સંબંધી બિમારીને કારણે 50 હજારથી પણ વધારે પંડિતોએ પોતાનો જીવ આપી દીધો હતો. કાશ્મીરમાં જિહાદીઓ તથા આતંકવાદીઓ સાથે લડતા 5 હજારથી પણ વધારે સુરક્ષાકર્મીઓ પોતાના જીવ આપી દીધો છે.