શ્રીનગર: લાડીશાહ- કાશ્મીરની સંસ્કૃતિનો આગવો એક સાહિત્યનો પ્રકાર છે જેને વ્યંગાત્મક શબ્દોનો ઉપયોગ કરીને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે તેના શબ્દો સમાજની વર્તમાન પરીસ્થીતિ અને કટોકટીને રજૂ કરે છે. સામાન્ય રીતે લાડીશાહ સામાજિક-રાજનૈતિક મુદ્દા પર વાત કરે છે.
શ્રીનગરના ઝાદીબાલ વિસ્તારમાં રહેતી સઇદ અરીજ નામની યુવતીએ કાશ્મીરની પુરુષપ્રધાન પરંપરાને શોખ તરીકે વિકસાવીને તમામ પરંપરાગત વિચારો અને માન્યતાઓને તોડી નાખી છે.
‘લાડીશાહ’ની રજૂઆત કરતી વખતે અરીજ તેના પરંપરાગત શબ્દો અને લય અને શૈલીને જરૂર અનુસરે છે પરંતુ તે ‘લાડીશાહ’ના પરંપરાગત પોષાકને અનુસરતી નથી અને આ રીતે અરીજે ‘મોર્ડન લાડીશાહ’ તરીકે નામના મેળવી છે.
કાશ્મીરની પરંપરા પ્રમાણે, લાડીશાહને કોમ્યુનીટી કોમ્યુનીકેશનનુ ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આ માધ્યમથી જે માહિતી રજૂ કરવામાં આવે છે તેમાં કોઈ રૂપક નથી, કોઈ છુપો ધ્યેય હોતો નથી. સરળ (સ્થાનિક કાશ્મીરી) ભાષામાં સંદેશો-માહિતી આપવામાં આવે છે.