સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પહેલાં અયોધ્યામાં સામાન્ય દિવસની જેમ અવર-જવર છે. બાબરી મસ્જીદના પક્ષકાર ઈકબાલ અન્સારી સાથે કરપાત્રી જી મહારાજે મુલાકાત કરી. દરમિયાન બન્નેએ એક બીજાને ભેટીને ભાઈચારાનું ઉદાહરણ આપ્યું.
અયોધ્ય ભૂમિ વિવાદ: ચુકાદા પહેલા ઈકબાલ અન્સારી અને કરપાત્રીજી મહારાજ એક બીજાને ભેટ્યા
લખનઉઃ અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં કરપાત્રીજી મહારાજે ઈકબાલ અન્સારીની મુલાકાત લીધી. બન્નેએ ઈટીવી ભારતના માધ્યમથી શાંતિ જાડવવા લોકોને વિનંતી કરી છે.
ઈકબાલ અન્સારી અને કરપાત્રીજી મહારાજ
ઈટીવી ભારત પર અયોધ્યા ચુકાદા પહેલાં સંવાદિતા અને સદ્ભાવ દર્શાવતો આ ફોટો ઘણું બધુ કહી જાય છે.
ઈકબાલ અન્સારીને મળવા પહોંચેલા કરપાત્રીજી મહારાજે કહ્યું કે, ચુકાદો કોઈ પણ હોઈ અમે તમામ લોકો એનો સ્વિકાર કરીંએ છીંએ અને અમે ભાઈચારો કાયમ કરવામાં માનીએ છીંએ. કરપાત્રીજી મહારાજે ઈટીવી ભારત સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, હું કુરાન વાંચું છું અને ઈકબાલભાઈ રામાયણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ જ સદ્ભાવની મિસાલ છે.
Last Updated : Nov 9, 2019, 10:18 AM IST