બેંગલુરુઃ કોવિડ-19થી બચવા માટે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. પરંતુ સમયનું મહત્વ સમજીને કર્ણાટકના કડાબ તાલુકના નંદને એક જૂની બાઇકના એન્જીનનો ઉપયોગ કરી સિંચાઇ મશીનનું નિર્માણ કર્યું છે. આ મશીનનો ઉપયોગ પાકમાં દવા છાંટવા સહિત ગાડીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
નંદને આ મશીનનું નિર્માણ સગાસંબંધીના ઘરેથી એકઠા કરેલા વેસ્ટ બાઇકના એન્જીનમાંથી કર્યું છે. જેમાં લગભગ 7,000 રૂપિયાની એર કીટ પણ લગાવવામાં આવી છે. આ મશીનમાં 1 લીટર પેટ્રોલથી 600 વૃક્ષો સુધીની સિંચાઇ થઇ શકે છે. આ મશીનનો ઉપયોગ મહત્તમ 6 લોકો કરી શકે છે.