મેંગ્લોરઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના શ્રીનિવાસા ગૌડાએ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે. તેમણે કંબાલા રેસમાં દુનિયાના સૌથી ઝડપી દોડવીર બોલ્ટનો રેકોર્ડ તોડ્યો છે. ઉસૈન બોલ્ટે 100 મીટરની દોડ 9.58 સેકેન્ડમાં પૂરી કરી હતી. જ્યારે કર્ણાટકના શ્રીનિવાસે 142 મીટરની દોડ 13.62 સેકેન્ડમાં પૂરી કરી છે. જ્યારે અંતર અને સમયનો હિસાબ 100 મીટર સુધીની રેસમાં લગાવવામાં આવ્યો તો, જાણ થઇ કે ઉસૈન બોલ્ટથી 0.03 સેકેન્ડ ઓછી છે. એટલે મહજ 9.55 સેકેન્ડમાં તેમણે દોડ લગાવી 100 મીટરનું અંતર કાપ્યું હતું. તમને જણાવી દઇએ કે શ્રીનિવાસ ગૌડા 10 વખતથી ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. કંબાલા દક્ષિણ કન્નડ જિલ્લાની સાંસ્કૃતિક રમત છે.
...તો શું આ ભારતીય યુવકે તોડ્યો ઉસૈન બોલ્ટનો વર્લ્ડ રેકોર્ડ?, જાણો વિગત
કર્ણાટકના શ્રીનિવાસે જમૈકાના ઉસૈન બોલ્ટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શ્રીનિવાસે 9.55 સેકેન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરી છે.
ભારતીય યુવકે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
શું છે કંબાલા રેસ...
કર્ણાટકમાં યોજાનારી કંબાલા રેસને બફેલો રેસ પણ કહેવાય છે. આ કર્ણાટકની પારંપરિક રમત છે. જેનું આયોજન કિચડવાળા વિસ્તારમાં કરવામાં આવે છે. કંબાલા રેસમાં 12 જેટલા ઉત્સાહી યુવાઓ પોતાની ભેંસો સાથે ભાગ લે છે.