કોલાર: જીવલેણ વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનનો સમય વધારવાના વડાપ્રધાન મોદીના નિર્ણયને સાંભળીને કર્ણાટકના કોલાર જિલ્લાના એક વ્યકિતનું કાર્ડિયાક એરેસ્ટ થવાથી મોત થયું છે.
લૉકડાઉન એક્સ્ટેન્શનના સમાચાર જાણી કર્ણાટકના એક વ્યક્તિનું થયું મોત - કોરોના વાઈરસ ન્યૂઝ
3 મે સુધી લૉકડાઉન વધારવાના સમાચાર સાંભળીને કર્ણાટકના એક વ્યક્તિનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું.
Karnataka
અહેવાલો અનુસાર, મુર્ગેશ તેના પરિવારનો એકમાત્ર ગુજરાન ચલાવતો હતો અને તે દૈનિક વેતન મજૂરી કરતો હતો. પરંતુ દેશવ્યાપી લૉકડાઉન અમલમાં આવ્યા બાદ તે તેના પરિવારને પણ ખવડાવી શક્યો ન હતો.
નોંધનીય છે કે, 14 મી એપ્રિલે વડાપ્રધાને 3 મે સુધી લૉકડાઉન લંબાવાની જાહેરાત કરી હતી. જે સાંભળીને મુર્ગેશ અચાનક માંદા પડ્યા હતા, ત્યારબાદ મુર્ગેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ બુધવારે તેની તબિયત લથડતા અંતે તેનું મોત થયું હતું.