બેંગલુરુઃ કર્ણાટક રાજ્યમાં આગામી 15થી 30 દિવસ સુધીમાં કોરોનાનું સંક્રમણ બેગણું વધી શકે છે. આગામી બે મહિનામાં આ મહામારી સામે લડવું એ સરકાર માટે મોટો પડકાર સાબિત થશે. કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, જો કે, આ બાબતે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. લોકો કોવિડ-19 સંબંધિત દિશા નિર્દેશનનું પાલન કરતા રહે.
કોરોનાનું સંક્રમણ 15થી 30 દિવસમાં બેગણું વધી શકે છેઃ કર્ણાટક સ્વાસ્થ્ય પ્રધાન - કર્ણાટકમાં કોરોનાની પરિસ્થિતિ
કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં આગામી 15થી 30 દિવસમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેગણું વધી શકે છે. આ મહામારી સામે લડવું એ સરકાર માટે મોટો પડકાર છે.
કર્ણાટકમાં ગઇકાલે શનિવાર સુધીમાં કોરોનાના કુલ 36,216 કેસ સામે આવ્યા છે, જેમાં 613 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે અને 14,716 દર્દીઓ સ્વસ્થ થયા છે. શ્રીરામુલુએ શનિવારે કહ્યું કે, બેંગલુરુમાં 14 જુલાઇ મંગળવારે રાત્રીના 8 વાગ્યાથી 22 જુલાઇ સવારે 5 વાગ્યા સુધી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નિયમ અને દિશા નિર્દેશન પણ લાગુ કરવામાં આવશે. દરરોજ કોરોના વાઇરસના 2,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
આ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને જેડીએસ નેતા કુમારસ્વામીએ કોરોના સંક્રમણ વધતા 14થી 22 જુલાઇ સુધી બેંગલુરુ અને ગ્રામિણ વિસ્તારમાં સરકાર દ્વારા ઘોષિત પૂર્ણ લોકડાઉનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, સંક્રમણથી પ્રભાવિત અન્ય જિલ્લામાં લોકડાઉન અમલી કરવાની આવશ્યકતા છે. જેમાં આવશ્યક સેવાઓ સિવાય આંતર જિલ્લા આવનજાવન પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે.