બેંગ્લુરૂ: કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના લક્ષણો દર્શાવતા 52 વર્ષીય દર્દીના મોત થયું છે. જેથી 18 ખાનગી હોસ્પિટલોને સરકારે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે બેડની ઉપલબ્ધતા ન હોવાનું જણાવી દર્દીની ભરતી કરવાનો ઇનકાર કર્યો હતો.
કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો ઘરાવનાર દર્દીનું મોત, 18 ખાનગી હોસ્પિટલોને નોટિસ - સ્વાસ્થ્ય પ્રધાન બી શ્રીરામુલુ
કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના લક્ષણો દર્શાવતા 52 વર્ષીય દર્દીના મોત થયું છે. જેથી 18 ખાનગી હોસ્પિટલોને સરકારે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે બેડની ઉપલબ્ધતા ન હોવાનું જણાવી દર્દીની ભરતી કરવાનો ઇનકાર કર્યો હતો.

કર્ણાટક
આ અંગે સ્વાસ્થ્ય પ્રધાન બી શ્રીરામુલુએ કહ્યું હતું કે, સારવાર આપવાનો ઇનકાર માત્ર અમાનવીય જ નહીં, પણ ગેરકાયદેસર છે. પ્રધાને પોતાના ટ્વીટમાં નોટિસની એક કોપી પણ ટેગ કરી છે. ટ્વિટમાં કહ્યું કે, આપતિજનક સ્થિતિમાં દર્દીને ભરતી કરવાનો ઇનકાર કરતા મીડિયા સમાચારોની આપમેળે નોંધ લેતા હોસ્પિટલોને નોટિસ મોકલવામાં આવી છે.'