કર્ણાટક કોંગ્રેસના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે રવાના થયા છે. અપક્ષ ધારાસભ્ય પણ તેમની સાથે જ છે. અગાઉ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર ધારાસભ્યોને પાછા લેવા માટે મુંબઈ માટે રવાના થયા હતા.
કર્ણાટક કોંગ્રેસના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે રવાના તો આ અગાઉ કર્ણાટક સરકારમાં રહેલા અપક્ષ ઉમેદવાર નાગેશે પણ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેઓ ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ જવા રવાના થઈ ગયા હતાં.
કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ હજુ પણ ચાલુ છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવાના તમામ પ્રયાસ ચાલુ છે. બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ગઠબંધન સરકાર તરફથી તેમને પ્રધાન પદ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના વિસ્તારને સ્પેશલ પેકેજ આપવાની વાત પણ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોએ ઓફર ફગાવી દીધી છે. એવામાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જાય છે. કર્ણાટક સરકારના પ્રધાનો સાથે એક બેઠક યોજવામાં આવશે. મળતી માહીતી મુજબ કર્ણાટક ભાજપની પણ સાંજે 5 વાગ્યે એક બેઠક યોજનારી છે.
બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો કરી રહ્યા છે. જેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને પ્રધાન પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા હતાં. પરંતુ બળવાખોર ધારાસભ્યોએ પ્રધાન પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે.
જો સ્પીકર 12 ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારશે તો વિધાનસભામાં કુલ 212 સભ્યો જ બચશે. વિધાનસભા અધ્યક્ષને છોડીને આ સંખ્યા 211 થઈ જશે. એવામાં બહુમતી માટે 106 ધારાસભ્યોની જરૂર પડશે.અપક્ષના સમર્થનથી બની શકે છે ભાજપ સરકાર. એવી અટકળો છે કે બે અપક્ષ ધારાસભ્ય કુમારસ્વામી સરકારની કેબિનેટમાંથી મંત્રી પદ છોડી શકે છે. આ બન્ને ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે. જો આવું થશે તો ભાજપ પાસે 107 ધારાસભ્યોનું સમર્થન હશે. જે સરકાર બનાવવા માટે પૂરતું છે.કોંગ્રેસના વિજયનગર ધારાસભ્ય આનંદ સિંહ અને ગોકકેના ધારાસભ્ય રાજેશ જરકીહોલીએ પોતાની વિધાનસભા સભ્યતાથી પહેલા જ રાજીનામું આપી દીધું છે. જ્યારે જેડીએસમાં ગઠબંધન સરકારથી એચ વિશ્વનાથ, નારાયણ ગૌા અને કે ગોપાલૈયા અસંતુષ્ટ છે. જોકે નવા રાજીનામા બાદ કુમાર સ્વામી સરકાર પાસે સત્તામાં બન્યા રહેવા માટે એટલા વિધાયક જ નથી બચતા જેટલાની તેમને જરૂર છે.