રવિવારે કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. જે બાદ તેમણે પીડિત પરિવારને 10 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ વળતર મેંગ્લોર રમખાણોમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને આપવામાં આવશે.
કર્ણાટક સરકાર મેંગ્લોર રમખાણોનો ભોગ બનેલા લોકોને આપશે 10 લાખનું વળતર - Karnataka government announced compensation
બેંગ્લોર: કર્ણાટક સરકાર દ્વારા મેંગ્લોર રમખાણોનો ભોગ બનેલા લોકોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
Karnataka government announced RS 10 lakh compensation to the victim of Mangalore riots
યેદીયુરપ્પાને મીડિયાએ સવાલ કર્યો કે, તમે સિદ્ધારમૈયાને મેંગ્લોરની મુલાકાત લેવા પર મનાઈ ફરમાવી દીધી છે, પરંતુ JDS નેતા કુમારસ્વામી મેંગ્લોરની મુલાકાત લીધી, આ કેવી રીતે શક્ય છે, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા અને કોઈ બીજા નેતા મેંગ્લોર જવા માટે સ્વતંત્ર છે, હવે કરફ્યુ પણ હટી ગયો છે, જો કોઈ મેંગ્લોર જાય તો મને તેની સામે કોઈ વાંધો નથી.