ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરે વાહ..! પાકમાંથી નીંદણને દૂર કરવા કર્ણાટકના ખેડૂતનો દેશી પ્રયોગ, જુઓ વીડિયો મજા આવશે... - farmer's unique innovation

કર્ણાટકના બલ્લારી જિલ્લામાં એક ખેડૂત ખેતરમાંથી નીંદણ દૂર કરવાની નવી પદ્ધતિ લઈને આવ્યો છે. ખેડૂતે સાયકલ વડે હળ બનાવ્યો છે, જેથી મરચાના પાકના ખેતરોમાંથી નીંદણ સરળતાથી સાફ થઈ શકે. પાકમાંથી નીંદણને દૂર કરવા કર્ણાટકના ખેડૂતનો દેશી પ્રયોગ કરી લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. વધુ માટે જુઓ વીડિયો...

farmer's unique innovation
નીંદણ સાફ કરવાની નવી પદ્ધતિ

By

Published : Jul 14, 2020, 9:21 AM IST

બલ્લારીઃ કર્ણાટકના બલ્લારી જિલ્લામાં એક ખેડૂતે પાકમાંથી નીંદણ દૂર કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિની રાજ્યમાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે.

બલ્લારી જિલ્લાના એક ગામમાં યુવા ખેડૂત હલેશ મરચાની ખેતી કરી રહ્યો છે. તેણે ખેતરમાંથી નીંદણ સાફ કરવા માટે એક નવતર દેશી પ્રયોગ કર્યો છે. હલેશે સાયકલને ખેત-હળ મશીનમાં બદલી નાખ્યું છે.

નીંદણની સફાઈ માટે નવી પદ્ધતિ

આ મશીનમાં માત્ર એક વ્હીલ છે અને ઉપર હેન્ડલ છે. એક વ્યક્તિ સીટ તરફ દોરડુ નાખી પાછળથી ખેંચે છે અને એક વ્યક્તિ પાછળથી બેલેન્સ જાળવી રાખે છે. આમ, ખેતરમાંથી નીંદણ કાઢવામાં આવી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે, પર્યાવરણ પ્રદુષણથી બચવા માટે આ ઉપાય ખુબ જ ફાયદાકારક છે.

આ ક્ષેત્રમાં ખેડૂતો લોકડાઉનને કારણે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીં ખેડૂતો મરચાની ખેતીમાં નીંદણ સાફ કરવા માટે બળદનો ઉપયોગ કરે છે, પરંતુ તે ખેડૂતોને મોંઘુ પડતુ હોય છે. હલેશે સાયકલના ઉપયોગથી નવો ઉપાય શોધ્યો છે. જે ખર્ચ સાથે પ્રદૂષણ પણ ઓછું કરશે. આ પદ્ધતિથી નીંદણ સાફ કરવાથી માત્ર 300 રૂપિયા ખર્ચ થાય છે.

ABOUT THE AUTHOR

...view details