બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ સંપુર્ણ રીતે સ્વસ્થ છે. મુખ્ય પ્રધાને કોરોનાને રોકવા નિયમ અને કાયદા પર જોર આપ્યું. આ સાથે તેઓએ લોકોને સામાજીક અંતર જાળવી રાખવા અને માસ્ક ફરજીયાત પહેરવા અનુરોધ કર્યો છે.
કર્ણાટકના CM ઘરેથી જ કામ કરશે, કાર્યાલયના કર્મચારી કોરોનાથી સંક્રમિત
કર્ણાટકના મુખ્ય પ્રધાન કાર્યાલયમાં કેટલાક કર્મચારી કોરોનાથી સંક્રમિત જણાયા છે. ત્યારબાદ રાજ્યમાં અફવાઓ ચાલુ થઇ હતી કે મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા કોરોના સંક્રમિત છે. મુખ્યપ્રધાને આજે આ વાતને નકારતા કહ્યું કે હું સંપુર્ણપણે સ્વસ્થ છું.
મુખ્ય પ્રધાન ઘરેથી જ કામ કરશે, કાર્યાલયના કર્મચારી કોરોનાથી સંક્રમિત
મુખ્ય પ્રધાન યેદુયુરપ્પાએ એક પ્રેસ રીલીઝમાં કહ્યું કે આજનો કાર્યક્રમ રદ થવાના કારણે અફવાઓ વહેતી થઇ હતી કે મુખ્ય પ્રધાન કોરોનાથી સંક્રમિત છે.
ઉલ્લેખનિય છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડેલા આંકડાઓ અનુસાર 31,105 લોકો રાજ્યમાં કોરોનાથી સંક્રમિત છે. જેમાંથી 17,786 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને 12,833 લોકો હજુ સારવાર લઇ રહ્યાં છે. રાજ્યમાં મહામારીના પગલે 486 લોકોના મોત નિપજ્યા છે.