બેંગલુરુ: કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે, તેમની સરકાર એ જિલ્લાઓમાંથી લૉકડાઉન હટાવવા માંગે છે જ્યાં કોવિડ-19નો એક પણ કેસ આવ્યો નથી. તેમણે એમ પણ ક્હયું હતું કે, આ નિર્ણય કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર કરે છે.
કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની માગ, 'જ્યાં કોવિડ-19ની અસર નથી, ત્યાંથી હટે લૉકડાઉન' - COVID-19 cases
કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે, તેમની સરકાર એ જિલ્લાઓમાંથી લૉકડાઉન હટાવવા માંગે છે જ્યાં કોવિડ-19નો એક પણ કેસ આવ્યો નથી.

'જ્યાં કોવિડ-19 કેસ નથી, ત્યાંથી હટે લૉકડાઉન'
મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યનું રેવન્યુ વધારવા માટે 14 એપ્રિલ પછી દારુના વેચાણને રાહત આપવા માંગે છે. લૉકડાઉનના લીધે દારુના વેચાણ પર પ્રતિબંધ છે.
મુખ્યપ્રધાને કહ્યું કે, ધારાસભ્યોના પગારમાં 30 ટકા કપાત મૂકવામાં આવશે. અધિકારીઓ પ્રમાણે 30 જિલ્લામાંથી 12 જિલ્લામાં કોવિડ-19નો એક પણ કેસ નથી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની અનુમતિ નહિ મળે, ફક્ત એ જ જિલ્લામાં આવાગમન કરી શકાશે. જો કે, આ નિર્ણય કેન્દ્ર સરકારની મંજૂરી મળે પછી લેવાશે.