સંજીવ કુમારે કહ્યું કે, મતદાનની તારીખ 5 ડિસેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે, ત્યારે મતોની ગણતરી 9 ડિસમ્બરના રોજ થશે. આદર્શ ચૂંટણીની આચાર સંહિતા સોમવારથી લાગુ પાડવામાં આવશે.
કુમારે કહ્યું કે, આગામી પેટા ચૂંટણીમાં 37 લાખ 50 હજારથી પણ વધારે મતદાતા ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. જેમાં 19.12 લાખ પુરૂષ મતદાતા અને 18.37 લાખ મહિલા મતદાતાનો સમાવેશ થાય છે, જયારે 399 અન્ય શ્રેણીમાં આવે છે.