14 માહીના જુની કુમારસ્વામીની સરકાર પડ્યા પછી રાજ્યમાં ભાજપ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવવા ઈચ્છે છે. કેન્દ્રીય નેતૃત્વએ નિશ્ચિત કરી લેવા માંગે છે કે પરિસ્થિતિ પાર્ટીના અનુકુળ હોય. પાર્ટીની નજર રાજ્યના ઘણાં મુદ્દા પર છે. જેમાં એક મુદ્દો બળવાખોર ધારાસભ્યનો પણ છે.
જોકે બળવાખોર ધારાસભ્ય અને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ નિર્ણય કરવાનો છે. એટલા માટે ભાજપ આ મામલાને લઇને કોઈ પણ ઉતાવળ કરવા માંગતી નથી. કેન્દ્રીય નેતૃત્વે અત્યાર સુધી રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કોઈ નિર્ણય કર્યો નથી.
કેન્દ્રીય નેતૃત્વના સરકાર બનાવવામાં કોઈ ઉતાવળ ન દર્શાવવાનું એક કારણ એ પણ છે કે, જો બળવાખોર ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવે તે તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે, તો તેવામાં રાજ્યમાં 15થી વધારે બેઠક પર પેટા ચૂંટણી થશે. આ પરિસ્થિતિમાં ભાજપને બહુમત માટે વધારે સંખ્યાબળની જરૂરિયાત હશે.
જોકે, કર્ણાટક ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પા કેન્દ્રીય નેતૃત્વને મનાવવા માટે લાગ્યા છે કે બહુમત મેળવવામાં કોઈ મોટી સમસ્યા ન આવે અને જો કોઈ એવી પરિસ્થિતિ આવે, તો કોંગ્રેસ-જેડીએસના કેટલાક ધારાસભ્ય પાર્ટી છોડવા ઈચ્છે છે. સાથે જ ભાજપના ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે. યેદિયુરપ્પીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ-જેડીએસના કેટલાક નેતા તેમના સંપર્કમાં છે.