ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શા માટે કર્ણાટકના ધારાસભ્યો પોતાનું રાજીનામુ મંજુર કરાવવા માંગે છે? - GUJARATI NEWS

ન્યુઝ ડેસ્કઃ કર્ણાટકના ધારાસભ્યો પોતાનું રાજીનામુ મંજુર કરાવવા માંગે છે.પોતે વિધાનસભ્ય પદ ગુમાવી અને નવી સરકારમાં પ્રધાનપદ મેળવવા આ રાજકીય દાવ રમી રહયા છે. આ ધારાસભ્યોના રાજીનામાથી સરકાર લઘુમતીમાં આવતાની સાથે જ સરકાર બદલાશે.

karnatak

By

Published : Jul 13, 2019, 9:25 AM IST

બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે સ્પીકરનો સાચો હેતુ તો કોઈ પણ રીતે તેઓને સંડોવીને અયોગ્ય કરાર આપવાનો છે. તેઓ અમને પદભ્રષ્ટ કરવા માંગે છે.

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ વિધાનસભાથી માંડી સુપિમ કૉર્ટ સુધીના દ્વાર ખખડાવ્યા છે. જેથી તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે, તેઓને કોઈ પણ સંજોગોમાં અયોગ્ય સાબિત ન કરવામાં આવે. બંને પરિસ્થિતિમાં ધારાસભ્ય પદ ગુમાવવાનો વખત આવે તેમ છે તો પછી કોઈ મુશ્કેલી થાય તેમ નથી. તેઓએ સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે કે સ્પીકર તેમના રાજીનામા મંજૂર કરી લે. સરકારની સાથોસાથ સ્પીકર પણ રાજીનામાને ગેરકાયદેસર કરાર આપવા માટે પ્રયત્નશીલ હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

ધારાસભ્યોએ હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સ્પીકરે પણ નિયમોની વણઝાર લગાવી છે. તેમનું કહેવું છે કે બંધારણની દસમી અનુસૂચીમાં સ્પીકરની અધિકારો અને સત્તાઓ સાથે મર્યાદા અને કાર્ય કરવાની પ્રક્રિયાને આગળ ધરવામાં આવી છે. તેના પ્રમાણે ધારાસભ્યો રાજીનામું આપે તો તેને મંજૂર કરતાં પહેલા સ્પીકરે ફક્ત રાજીનામું કોઈ દબાણ, પ્રભાવ અને લાલચ માટે આપ્યું છે કે કેમ તે ચકાસવાનું હોય છે. આ તપાસમાં સમય લાગે છે, પરંતુ કૉર્ટે જણાવેલા સમયમાં નહીં થાય, તેમાં વાર લાગશે.

ધારાસભ્યોનું કહેવું છે કે તે અયોગ્ય છે. સ્પીકરનો સાચો હેતુ કોઈ પણ રીતે તેમને અયોગ્ય ઠેરવવાનો છે, તેમજ તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવાનો ઈરાદો છે.

આ રાજકીય રાજરમત વચ્ચે કાયદાકીય વાસ્તવિકતા પ્રધાનપદની છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર પક્ષાંતર ધારો અને વિધાનમંડળ કાર્યપ્રણાલી મુજબ જે પક્ષની ટીકીટ પર ચૂંટણી જીત્યા હોય તે દળના વ્હીપ અને નિયમ વિધાનસભામાં માનવા જરૂરી છે. પક્ષાંતર ધારા બાદ પણ જો કોઈ ધારાસભ્ય પક્ષ વિરૂદ્ધ બળવો કરી રાજીનામું આપે તો તેની સદસ્યતા રદ્દ થઈ શકે છે. તે બીજા પક્ષમાં જોડાય કે કેમ તે પછીનો પ્રશ્ન છે.

સુપ્રીમ કોર્ટમાં, મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ પણ કહ્યું હતું કે રાજીનામું આપનારા ઘણા લોકો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હતા.પાર્ટી એટલા માટે બદલે છે કે તેમની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ બંધ થાય.

ABOUT THE AUTHOR

...view details