ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારગિલ યુદ્ધ: દેશ માટે જાન કુરબાન કરનારનો પરિવાર બાળકો માટે માંગી રહ્યો છે મદદ - Gujarat

ન્યૂઝ ડેસ્ક: 6 જુલાઈ 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ જંગમાં હરાવ્યું હતું. દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો. ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી. કારગિલ યુદ્ધમાં ઉતરાખંડના 75 જવાનો શહીદ થયા હતા. જેમાંથી એક હલ્દ્વાનીના મોહન સિંહ હતા. શહીદ મોહન સિંહનો પરિવાર આજે પણ તેમના બાળકો માટે મદદ માંગી રહ્યો છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 24, 2019, 10:32 AM IST

દેવભૂમિ ઉતરાખંડને દેશ માટે પ્રાણ આપનાર જવાનોના કારણે તેને વીરભૂમિ કહેવાય છે.દેશના સમ્માન તથા સ્વાભિમાન માટે દેશના જવાનોએ પોતાની શહાદત આપી છે.આ 75 જવાનોમાંથી એક છે હલ્દ્વાનીના મોહન સિંહ જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન 3 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા હતા.તેમનો પરિવાર નવાબી રોડ પર રહે છે. શહીદના પત્ની ઉમા દેવી જ્યારે તેમના પતિના શહાદત વિશે જણાવે છે ત્યારે તેઓ અત્યંત ભાવુક થઇ જાય છે.

કારગિલ યુદ્ધમાં શહીદ મોહન સિંહનો પરિવાર

તેમના પત્ની ઉમાદેવીએ જણાવ્યું કે તેમના પતિના શહાદતના સમાચાર તેમને 7 જુલાઇ 1999ના રોજ મળ્યા હતા.સરકારે તમના પતિના શહાદત માટે તેમને મરણોપરાંતથી સમ્માનિત કર્યું હતું.મોહન સિંહની પોસ્ટીંગ જમ્મૂ કશ્મીરમાં થઇ હતી.જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે તેઓને નાગા રેજીમેન્ટથી 25 લોકોને ટાઇગર હિલ મોકલવામાં આવ્યા હતા.

ટાઇગર હિલ પર મોહન સિંહએ 3 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા હતા.પરતું અથડામણમાં એક ગોળી મોહન સિંહને વાગી હતી જેથી તેઓ શહીદ થયા હતા.ટાઇગર હિલ પર જતા અગાઉ મોહન સિંહ તેમના પત્ની ઉમાદેવી સાથે અંતિમ વખત વાત કરી હતી.ત્યારે મોહન સિંહે કહ્યું હતું કે તેઓ યુદ્ધ લડવા માટે ટાઇગર હિલ જઇ રહ્યા છે.તેઓ પરત ફરીને વાત કરશે.પરતું તે બાદ તેમના શહીદ થવાના સમાચાર મળ્યા હતા.આ વાત કરતાની સાથે જ તેઓ ભાવુંક થઇ ગયા હતા.

શહીદ મોહન સિંહને એક પુત્ર અને એક પુત્રી છે.બન્ને બેરોજગાર છે.ત્યારે પરિવારે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારથી માંગ કરી હતી કે તેમના બન્ને બાળકોને રોજગારી આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details