ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તત્કાલ બેઠક યોજી ચાર ઝોન માટે કોંગ્રેસ અધ્યક્ષ-ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેઃ કર્ણ સિંહ - Karan Singh

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર સંકટના વાદળ ઘેરાયા છે. આ ઘટનાને લઇ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કર્ણ સિંહે કહ્યું કે, આ સમયે પાર્ટી ભટકાઇ રહી છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 8, 2019, 9:28 PM IST

Updated : Jul 8, 2019, 11:31 PM IST

તેમણે કહ્યું કે, આ ભ્રમ અને ભટકવાનો સમય રાહુલ ગાંધીના રાજીનામા બાદ શરૂ થયો છે. સિંહે રાહુલના રાજીનામાના નિર્ણયને સાહસિક જણાવતાં કહ્યું કે, તેમના નિર્ણયનું સન્માન કરવાની જગ્યાએ તેમનું રાજીનામું પરત ખેંચવાની વાતે જોર પકડ્યું છે.

કર્ણ સિંહનો પત્ર

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મારું માનવું છે કે, પાર્ટીએ વધુ સમય ન બગાડતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કાર્ય સમિતિની બેઠક કરવી જોઇએ.

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ ગત્ત સપ્તાહે અચાનક 400 નેતાઓએ પણ રાજીનામા આપ્યા હતા અને જેમાં મુખ્ય યુવાઓ અને મધ્ય સ્તરના નેતા હતા કે જેથી પાર્ટીને પુરનર્ગઠિત કરી શકાય.

Last Updated : Jul 8, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details