ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Teaser: 'કલંક' એક અદ્ભૂત પ્રેમ અને નફરતની અનોખી દાસ્તાન - Varun dhavan

ન્યૂઝ ડેસ્ક: કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર જોયા બાદ હવે લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મના કલાકારોનો શાનદાર લુક સામે આવ્યો છે. મંગળવારે જ ફિલ્મનું ટીઝર રીલીઝ થઈ ગયુ છે. ફિલ્મનું ટીઝર જોઇને જ ખ્યાલ આવે છે કે, આ ફિલ્મ કદાચ 1945ના સમયની આસપાસની લાગે છે. તે સમયે થતો પ્રેમ જે ધણાં સામાજિક મુદ્દાઓને કારણે ક્યાંક કુરબાન થઈને રહી જતો હતો.

file photo

By

Published : Mar 13, 2019, 2:43 PM IST


ફિલ્મના ટીઝરને જોઈને લાગે છે કે, કરણ જોહરના પ્રોડક્શનની આ બેસ્ટ ફિલ્મ સાબિત થશે. ફિલ્મના સેટને ઘણો ભવ્ય બતાવવામાં આવ્યો છે. ટીઝરની શરુઆત થતા જ માધુરીનો ડાન્સ, આલિયા ભટ્ટની ભવ્ય એન્ટ્રી ત્યાર બાદ વરુણ ધવનના અવાજમાં શાનદાર ડાયલોગ, જેમાં તે કહે છે કે "કુછ રીશ્તે કર્જો કી તરહ હોતે હૈ, જિન્હે નિભાના નહી ચુકાના હોતા હૈ"

ત્યાર બાદ એક ભવ્ય મહેલમાં માધુરી ટેબલ પર કોઇ વ્યકિતની સામે ગંભીર મુદ્વામાં જોવા મળી રહી છે. સોનાક્ષી અને ત્યાર બાદ સફેદ કપડામાં સોનાક્ષી જોવા મળી રહી છે આલિયા ભટ્ટ. જેને જોઇને એવુ લાગે છે કે, તે આલિશાન મહેલથી ક્યાંક દુર જઈ રહી છે.

ટીઝરમાં માધુરી દીક્ષિતના ડાંસનો પણ ઘમાકો જોવા મળી રહ્યો છે અને આલિયા આદિત્યની દુલ્હન બનેલી દેખાય છે. ત્યાર બાદ આલિયાનો ડાયલોગ સંભળાય છે જેમાં તે કહે છે કે, જબ કીસી ઔર કી બર્બાદી અપની જીત જૈસી લગે તો હમસે જ્યાદા બર્બાદ ઔર કોઈ નહી દુનિયા મેં" ત્યાર બાદ વરુણનો લોહી લુવાણ ચહેરો.. અને છેલ્લે રાવણ દહનની સામે આલિયા અને વરુણને એક થતા બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ માધુરી દીક્ષિત અને સંજય દત્તની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 17 એપ્રિલના રોજ રીલીઝ થવાની છે.

ABOUT THE AUTHOR

...view details