કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ગ ફરિયાદ દાખલ કરાવી - આમ આદમી પાર્ટીના ધારાસભ્ય
નવી દિલ્હી : CM અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરવા અને દિલ્હીમાં રહેલા બિહારી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપ નેતા કપિલ મિશ્રા અને નીલકાંત બખ્શીએ આ ફરિયાદી બન્યા છે.
etv bharat
દિલ્હી હાઈકોર્ટમાં પ્રેસ કોન્ફરન્સ પુર્ણ થયા બાદ NRC મુદા પર પુછાયેલા સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં NRC લાગુ કરવામાં આવશે. તો સૌથી પહેલા મનોજ તિવારી દિલ્હી છોડશે. અસમની જેમ રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર NRC લાગુ થશે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ પક્ષ-વિપક્ષ દ્વારા વાર-પ્રહાર શરુ થઈ છે.
Last Updated : Sep 26, 2019, 2:02 PM IST