કાનપુર: કાનપુરમાં વિકાસ દુબે કાંડની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિશન ઓફ ઇન્કવાયરી આજે કાનપુર પહોંચી હતી. પહેલા સર્કિટ હાઉસમાં એસઆઈટીના અધિકારીઓએ પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરી તપાસ કરી હતી અને આ સાથે એસઆઈટીની ટીમ બિકારુ ગામ પહોંચી હતી. જ્યાં 8 જુલાઇના રોજ 8 પોલીસ કર્મચારીઓની હત્યા થઈ હતી.
ગામમાં ઉપસ્થિત ગ્રામજનોની પૂછપરછ કરી હતી અને એસઆઈટીની ટીમ સાથે ડીએમ-એસએસપી સહિતના તમામ અધિકારીઓ બિકારુ ગામમાં પહોંચ્યા હતા.