લખનૌ: યુપી પોલીસ દ્વારા મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેની શોધખોળ માટેે ઘણાં જિલ્લાઓમાં પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યાં છે. જિલ્લાના તમામ પોલીસ મથકો તેમજ બજારોમાં પોસ્ટર્સ મુકવામાં આવ્યાં છે. યુપીના હાથરસ, જાલૌન અને બહરાઇચમાં પણ વિકાસ દુબેના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.
કાનપુર એન્કાઉન્ટર: UPના અનેક શહેરોમાં લાગ્યા વિકાસ દુબેના પોસ્ટર્સ
કાનપુરના બિકરૂ ગામમાં આઠ પોલીસ કર્મચારીની હત્યાના ફરાર આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે રાજ્યના કેટલાંય જિલ્લાઓમાં વિકાસના પોસ્ટર ચોંટાડ્યા છે. આ સાથે અલગ અલગ જગ્યાએ વિકાસ દુબેની તપાસ કરવામાં આવી રહી છે.
કાનપુર એન્કાઉન્ટર
જાલૌનના પોલીસ અધિક્ષક ડૉ. સતીશ કુમારે જણાવ્યું કે, વિકાસ દુબેની ધરપકડ માટે જાલૌન પોલીસ પણ સક્રિય છે. જિલ્લાની તમામ સીમા પર સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. દરેક જિલ્લામાં આઠ પોલીસ બુલેટ પ્રૂફ જેકેટ્સ સાથે ફરજ પર છે. તેમજ તમામ વાહનોની ચોવીસ કલાક તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જિલ્લાના બધા જ ટોલ પ્લાઝા પર વિકાસ દુબેના પોસ્ટર્સ ચોંટાડાઇ રહ્યાં છે, તેમજ યુપી પોલીસની સાથે જાલૌન પોલીસ પણ વિકાસની ધરપકડ કરવા માટે રોકાયેલી છે.