કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં 8 પોલીસ જવાન શહીદ થયા છે. તે જ સમયે, પાંચ પોલીસકર્મી સહિત 7 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર વિવિધ પક્ષના નેતાઓએ ટ્વિટર દ્વારા સરકાર પર નિશાન સાધ્યું હતું.
કાનપુરમાં પોલીસની ટીમ હિસ્ટ્રી-શીટર વિકાસ દુબેના ઘરે ગઈ હતી. આ દરમિયાન પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં 5 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ઘાયલ થયા છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર કહે છે કે, પોલીસના કેટલાક હથિયારો પણ ગાયબ છે. આ પછી, વિવિધ પક્ષના નેતાઓએ ટ્વિટર દ્વારા સરકાર પર નિશાન સાધ્યું છે. આ સમય દરમિયાન વિપક્ષી નેતાઓએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરી લેવાનું શરૂ કર્યું છે.
રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કરીને હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે, યુ.પી. ગુંડારાજનો પુરાવો છે. પોલીસ સુરક્ષિત ન હોય ત્યારે જનતા કેવી રહેશે? માર્યા ગયેલા શહીદ જવાનોના પરિવારને હું શોક વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.