ઉત્તરપ્રદેશ: કાનપુરમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા છે. વિકાસ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર, 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
કાનપુર પોલીસ ફાયરિંગ મામલોઃ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, તમામ વિકાસ દુબેના સંપર્કમાં હતાં - કૉન્સ્ટેબલને સસ્પેન્ડ
કાનપુરમાં પ્રખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે 2 નિરીક્ષક અને 1 કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ બધા પોલીસકર્મીઓ ગેંગસ્ટર વિકાસ દુબેના સંપર્કમાં હતાં. જેનો ખુલાસો એક કૉલ ડિટેલમાંથી થયો છે.
Uttar Pradesh police
આ મામલે 2 નિરીક્ષક અને 1 કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બધા પોલીસકર્મીઓ ગેંગસ્ટર વિકાસ દુબેના સંપર્કમાં હતાં. જેનો ખુલાસો કૉલ ડિટેલમાંથી થયો છે. આ સમગ્ર મામલે એસઓ ચૌબેપુર વિનય તિવારીને પહેલાથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગેંગસ્ટર વિકાસ દુબેની પાસે 250 વીધા જમીન ચૌબેપુર, બિલ્હૌર, શિવલી, બિઠૂરમાં છે. કલ્યાણપુર, કાકાદેવ, લખનઉમાં પણ મકાન છે. ગેંગસ્ટર વિકાસ દુબેની કોરોડોની જમીન અને સંપતિ છે. એડીજી જય નરાયન સિંહે વધુ તપાસ હાથ ધરી છે.