ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર અથડામણમાં 8 શહીદ પોલીસ જવાનોને રાજકીય સન્માન સાથે અપાયું ગાર્ડ ઓફ ઓનર - Cm yogi pays tribute

કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે ગુંડાઓની ટોળીને પકડવા ગયેલા પોલીસ અધિકારીઓ પર ફાયરિંગ થતા 8 પોલીસ જવાનો શહીદ થયા હતા. આ શહીદોને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મોર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાનપુરમાં ગુંડાઓ સાથેની અથડામણમાં 8 શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન અપાયું
કાનપુરમાં ગુંડાઓ સાથેની અથડામણમાં 8 શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન અપાયું

By

Published : Jul 3, 2020, 9:24 PM IST

ઉત્તરપ્રદેશ: કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બિકરૂ ગામમાં ગુરુવારે મોડી રાત્રે વિકાસ દૂબે નામના શખ્સને પકડવા જતા તેના સાગરીતોએ ચૌબેપુર પોલીસના જવાનો પર તાત્કાલિક ગોળીબાર શરૂ કરી દિધો હતો.

આ આ ફાયરિંગમાં CEO સહિત 8 પોલીસ જવાનો શહીદ થયા હતા અને અન્ય ઘણા જવાનો ઘાયલ થયા હતા. જ્યારે વિકાસ દૂબે ફરાર થઈ ગયો હતો.

પોલીસતંત્ર દ્વારા અન્ય પોલીસ કર્મીઓ મોકલવામાં આવતા ઘાયલ થયેલા તમામ પોલીસ જવાનોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ શહીદ પોલીસ જવાનોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ , નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મોર્ય અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર નું રાજકીય સન્માન આપી વિદાય આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details