ઉત્તર પ્રદેશ : બિકારૂ કેસના મુખ્ય આરોપી વિકાસ દૂબેના હથિયાર લાઇસન્સ વાળા હતા. ભૂતકાળમાં આ પ્રખ્યાત કૌભાંડ બાદ દરેક આર્મ્સ લાઇસન્સ ધારકો સામે કાર્યવાહી કરીને વહીવટ દ્વારા પરવાનો રદ્દ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, વિકાસ દૂબેએ વર્ષ 1997માં પોતાનું પહેલું આર્મ્સ લાઇસન્સ મેળવ્યું હતું. જ્યારે સ્થાવર મિલકત વિભાગ પાસે આ અંગે માહિતી મેળવવાની કામગીરી દરમિયાન તેની ફાઇલ ગુમ હોવાનું સામે આવ્યું છે. જે બાદ વિકાસ દૂબે સંકળાયેલા અન્ય લોકોની ફાઇલ્સ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, હથિયાર લાઇસન્સની 200 ફાઇલો ગાયબ છે.
ઉત્તર પ્રદેશઃ આરોપી વિકાસ દુબેના હથિયાર સહિત 200 લોકોની આર્મ્સ ફાઇલ ગાયબ - Kanpur
ચર્ચીત બિકરૂ કેસના મુખ્ય આરોપી વિકાસ દુબે સહિત 200 લોકોની હથિયાર લાઇસન્સની ફાઇલ્સ ગાયબ થવાને કારણે હોબાળો મચ્યો છે. આ તમામ હથિયાર લાઇસન્સની ફાઇલ્સ સ્થાવર મિલકત વિભાગમાંથી ગાયબ થઈ ગઈ છે. જે બાદ આ તપાસમાં આરોપી ગણાતા મદદનીશ હથિયાર ક્લાર્ક વિજય રાવત સામે પોલીસ સ્ટેશનમાં FIR નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસની તપાસમાં તત્કાલીન આર્મ્સ ક્લાર્ક વિજય પર હાલના આર્મ્સ ક્લાર્ક વૈભવ અવસ્થીના કહેવા પ્રમાણે કોટવાલીમાં FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રીતે વિકાસ દૂબે જેવા લોકોની 200 આર્મ્સ લાઇસન્સ ફાઇલ્સ ગાયબ થઈ જવાથી ઘણા સવાલો ઉભો થઈ રહ્યા છે. સ્થાવર મિલકત વિભાગ દ્વારા આટલી મોટી ભૂલ કઇ રીતે થઈ શકે? આટલા મોટા કૌભાંડ એકલા ક્લાર્કથી શક્ય નથી. આ કૌભાંડમાં મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે.
હાલમાં આ સમગ્ર મામલે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અતુલ કુમાર તપાસ કરી રહ્યા છે. અતુલ કુમારના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન આર્મ્સ ઓફિસમાંથી કેટલીક ફાઇલ્સ ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ આધારે તત્કાલીન મદદનીશ કલાર્ક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.