ઉજ્જૈન : કાનપુરમાં આઠ પોલીસની હત્યા કરનારો મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.તે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો, તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી.મધ્ય પ્રદેશ પોલીસએ તેની ધરપકડ કરી ત્યાર બાદ મધ્ય પ્રદેશ સીએમ શિવરાજસિંહ ચૌહાને ટ્વિટ કરતા કહ્યુ કે 'જેમને લાગે છે કે મહાકાલની શરણમાં જવાથી તેમના પાપ ધોવાઇ જશે,તેમણે મહાકાલ ન જવું જોઇએ.અમારી સરકાર કોઇ પણ અપરાધીને છોડવાવાળી નથી.'
વિકાસ દુબેની ધરપકડ પર મામા શિવરાજ બોલ્યા- અમારી સરકાર કોઇ પણ અપરાધીને નહીં છોડે - વિકાસ દુબેની ધરપકડ પર સીએમએ કર્યુ ટ્વિટ
કાનપુરમાં આઠ પોલીસની હત્યા કરનારો મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.તે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો, તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી.ત્યાર બાદ મધ્ય પ્રદેશ સીએમ શિવરાજસિંહ ચૌહાને ટ્વિટકરતા કહ્યું કે ' જેમને લાગે છે કે મહાકાલની શરણમાં જવાથી તેમના પાપ ધોવાઇ જશે,તેમણે મહાકાલ ન જવું જોઇએ.અમારી સરકાર કોઇ પણ અપરાધીને છોડવાની નથી.'
આ સાથેજ તેમણે બે હજી ટ્વિટ કર્યા છે.એક ટ્વિટમાં તેમણે લખ્યું છે 'કે મે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી લીધી છે.તરતજ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.મધ્યપ્રદેશ પોલીસ, વિકાસ દુબેને ઉતર પ્રદેશ પોલીસે સોપી દેશે.' એક બીજા ટ્વિટમાં પોલીસને અભિનંદન આપતા લખ્યું કે, ' વિકાસ દુબેની ધરપકડ માટે ઉજ્જૈન પોલીસને અભિનંદન.'
જણાવવામાં આવેતો આઠ પોલીસકર્મિયોની હત્યા કરનાર વિકાસ દુબે છેલ્લા એક અઠવાડિયાથી ભાગી રહ્યો હતો. ગુરુવારેની સવારે તેની ઉજ્જૈનમાં ધરપકડ કર્યા હોવાના સમાચાર આવ્યા હતા.તે સવારે મહાકાલ મંદિસમાં દર્શન કરવા માટે ગયો હતો. ત્યા એને એક ગાર્ડએ ઓળખી લિધો હતો અને કન્ફર્મ કર્યા બાદ પોલીસને સૂચના આપી હતી.જે પછી ઉજ્જૈન પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ તે ઉજ્જૈન પોલીસની પકડમાં છે.