મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌઉત અને શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તણાવ વધ્યા બાદ અભિનેત્રીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કંગના સાથે તેની બહેન રંગોલી પણ હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ અભિનેત્રીએ જણાવ્યું કે, તેને રાજ્યપાલને મારી સાથે થયેલા અન્યાય વિશે જણાવ્યું છે. આ સાથે જ તેને કહ્યું કે, હું રાજકારણી નથી અને રાજકારણ સાથે મારે કંઈ લેવાદેવા પણ નથી.
કંગનાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કહ્યું - આશા છે કે, જલ્દીથી ન્યાય મળશે - kangana ranaut koshyari meeting
મહારાષ્ટ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કંગના સાથે તેની બહેન રંગોલી પણ હતી. બેઠક બાદ કંગનાએ જણાવ્યું કે, મેં રાજ્યપાલને મારી સાથે થયેલા અન્યાય વિશે જણાવ્યું છે. મને આશા છે કે, મને ન્યાય મળશે.
kangana ranaut latest news
આ પણ વાંચો -કંગના-શિવસેના જંગઃ અભિનેત્રીની સાથે કોણ અને સામે કોણ...
કંગનાએ જણાવ્યું કે, હું રાજ્યપાલ કોશ્યારીને એક સામાન્ય નાગરિક તરીકે મળી હતી. રાજ્યપાલે મારી સાથે દીકરીની જેમ વાત કરી હતી. આ સાથે જ તેમને સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી. મેં તેમની સમક્ષ ન્યાયની માગ કરી છે, મને આશા છે કે, મને ન્યાય મળશે.