ટિહરી: સકલાના પટ્ટીના સેમવાલ ગામના નિવાસી કમલેશ ભટ્ટનો પરિવારમાં ખૂબ પીડામાં છે. કમલેશ ભટ્ટને આબુ ધાબીમાં હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ ભારત સરકારના એક સર્કુલયરને કારણે મૃતદેહને પાછો મોકલવામાં આવ્યો હતો. પરિવારજનોને દિલ્હી એરપોર્ટ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.
કમલેશ ભટ્ટનો મૃતદેહ પાછો લાવવામાં આવશે: ગૃહ મંત્રાલય - orders issued to bring the body of Kamlesh Bhatt
કેન્દ્ર સરકારે ટિહરી, સુકલાના પટ્ટીના સેમવાલ ગામના કમલેશ ભટ્ટના મૃતદેહને દુબઈથી પાછા લાવવા માટેના પત્ર જાહેર કર્યો છે. તે પછી કમલેશ ભટ્ટના મૃતદેહને દુબઇથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થશે.
![કમલેશ ભટ્ટનો મૃતદેહ પાછો લાવવામાં આવશે: ગૃહ મંત્રાલય kamleshs-bhatt-family-now-got-government-supports](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6942440-146-6942440-1587837901877.jpg)
કમલેશ ભટ્ટનો મૃતદેહ પાછો લાવવામાં આવશે : ગૃહ મંત્રાલય
ઈટીવી ભારતના સમાચારને લીધે ગૃહ મંત્રાલયે એ સ્પષ્ટ કર્યું છે કે, કમલેશ ભટ્ટના મૃતદેહને પાછો લાવવામાં આવશે. કમલેશ ભટ્ટ 3 વર્ષ પહેલા રોજગાર માટે અબુ ધાબી ગયા હતા.