ગુજરાત

gujarat

By

Published : Oct 23, 2019, 6:39 PM IST

ETV Bharat / bharat

કમલેશ તિવારી હત્યાકેસઃ હત્યાથી લઇ અત્યાર સુધી શું શું થયું?

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાએ સમગ્ર દેશભરમાં સનસની ફેલાવી દીધી છે. આ હાઈપ્રોફાઈલ હત્યાકેસમાં ગુજરાત એટીએસની કામગીરી સરાહનીય રહી છે. હાલ કમલેશ તિવારી હત્યા કેસમાં મુખ્ય 2 આરોપીને અમદાવાદ કૉર્ટમાં રજૂ કરાયા હતાં. અમદાવાદની મિરઝાપુર કૉર્ટમાં બંને આરોપીને રજૂ કરાયા બાદ કોર્ટે 2 આરોપીના 72 કલાકના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મજુર કર્યાં છે. જો કે, ગુજરાત એટીએસએ બંને આરોપીઓના 96નું કલાકમાં ટ્રાન્સઈટ રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ, કોર્ટે 72 કલાકના ટ્રાન્સઈટ રિમાન્ડ આપ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસ પણ કોર્ટ રૂમમાં હાજર રહી હતી.

કમલેશ તિવારી હત્યાકાંડ

મીઠાઈનો ડબ્બો બન્યો સબૂત

બીજી તરફ કમલેશ તિવારીનો મૃતદેહ ઘરે પહોંચ્યા બાદ પરિજનોએ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. હત્યા થઈ ત્યારથી ઉત્તર પ્રદેશ પોલીસ પણ ગુજરાત એટીએસના સતત સંપર્કમાં હતી. જો કે, હુમલાખોરોના CCTV ફુટેજ સામે આવ્યાં હતાં. આ CCTVમાં બે યુવકો કમલેશ તિવારીની ગળું કાપીને હત્યા કરતા નજરે પડ્યા હતાં. સમગ્ર ઘટનામાં હત્યારા મીઠાઈના ડબ્બામાં છરી લઈને આવ્યા હતાં. હુમલાખોરોએ કમલેશ તિવારી પર ચાકુ વડે 15થી વધુ વાર કર્યા હતાં. આ ફૂટેજમાં ભગવા વસ્ત્રો પહેરીને આવેલા બે બદમાશો હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને કમલેશ તિવારીને મળી વાતચીત કરતા ચા પણ પીધી હતી, ત્યારબાદ મીઠાઈના બોક્સમાં છૂપાવેલી રિવોલ્વર અને ચાકુ વડે તિવારી પર હુમલો કર્યો હતો. હત્યારા ગોળી મારીને ફરાર થઈ ગયાં હતાં, ત્યારબાદ મીઠાઈના ડબ્બાને આધારે હત્યાનું સુરત કનેક્શન પણ સામે આવ્યું હતું.

વિવાદાસ્પદ નિવેદન બન્યુ હત્યાનું કારણ

કથિત રીતે કમલેશ તિવારીએ વર્ષ 2015માં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેથી ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદે કમલેશ તિવારીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનને પાર પાડવા દુબઈથી બે મહિના પહેલાં નોકરી છોડી આરોપી રશીદ સુરત આવ્યો હતો. જેણે લિંબાયત પદ્માવતી સોસાયટીમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનું ષડયંત્ર ઘડયું હતું.

હત્યાનું ગુજરાત કનેક્શન

કમલેશ તિવારીના કાર્યલયમાં ઘુસી જઈ કરપીણ હત્યા થઈ જેનું પગેરુ સુરતમાંથી મળી આવ્યું હતું. આ ઘટના સ્થળેથી મળી આવેલા મીઠાઈના બોક્સના આધારે મીઠાઈની દુકાનના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. આ ફુટેજના આધારે ગુજરાત એટીએસે લીંબાયત વિસ્તારમાંથી દરજી કામ કરતાં રશીદ અહમદ પઠાણ, સાડીની દુકાનમાં કામ કરતાં મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન નામના આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની સતત સુરત પોલીસ, ગુજરાત પોલીસ અને યુપી પોલીસ તપાસમાં જોતરાઈ હતી. શરૂઆતમાં સુરતમાંથી 6 શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. જેમાંથી ત્રણ યુવકોએ હત્યામાં સામેલ હોવાનું કબુલી લીધુ હતું. આરોપી મૌલાના મોહસિને તિવારીની હત્યાને વાજીબ-એ-કત્લ ગણાવી હતી અને તેના માટે શરીયતનો હવાલો આપ્યો હતો.

ગુજરાત ATSની સરાહનીય કાર્યવાહી

આ કેસમાં ગુજરાત ATSએ શરૂઆતમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. જોકે, હત્યાના મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન અને મોઇનુદ્દીન અહેમદ ફરાર હતા. યુપી પોલીસે બંને આરોપીની જાણકારી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી. બે ફરાર આરોપી પૈકીનો એક અસફાફ સાથે મળીને 16મી ઓક્ટોબરે રાત્રે 9.55 વાગ્યે ઉધ્યોગકર્મી ટ્રેનમાં બેસીને હત્યાને અંજામ આપવા માટે લખનઉ ગયા હતાં. આરોપીઓએ દાઢી અને અન્ય કેટલીક વસ્તુઓ કાઢી નાખી ભગવા કપડા પહેરી દોઢ દિવસમાં કમલેશ તિવારીની હત્યા કરી દીધી હતી.


22 ઓક્ટોબરના રોજ ગુજરાત એટીએસએ ગુજરાત-રાજસ્થાન પાસેની બોર્ડર પાસેથી બંને મુખ્ય ઓરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપી ગુનો કબુલતાં જણાવ્યું હતું કે, "કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર સુરતમાં કર્યુ હતું. દુબઈથી બે મહિના પહેલાં નોકરી છોડી આરોપી રશીદ સુરત આવ્યો હતો, ત્યારે તેણે લિંબાયત પદ્માવતી સોસાયટીમાં ગલી નં-1માં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનું ષડયંત્ર ઘડયું હતું. "આમ, રાજ્યભરમાં ચકચાર મચાવનાર કમલેશ હત્યાકાંડના આરોપી આખરે શામળાજીથી ઝડપાયા હતાં. જેથી કમલેશ તિવારી હત્યાકેસનો ભેદ ગુજરાત ATSએ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હતો. સમગ્ર કેસમાં ગુજરાત ATS સતત જાગતી રહી અને કાર્યવાહી કરતી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details