આ હત્યાકાંડના સંદિગ્ધ હત્યારાઓ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જોવા મળ્યા હતા.જે બાદ STFએ હોટલોમાં દરોડા પાડ્યા હતા.મળતી માહીતી મુજબ કમલેશ તિવારી હત્યાકાંડના સંદિગ્ધ હત્યારાઓ લખીમપુર ખીરીના પલિયાથી ઇનોવા ગાડી બુક કરાવીને શાહજહાંપુર પહોંચ્યા હતા.આરોપીઓની શાહજહાંપુરમાં લોકેશન મળતા STFની ટીમ સોમવારના રોજ સાવરે 4 વાગ્યે પહોંચી હતી અને હોટલો પર દરોડા પાડ્યા હતા.CCTV માં બન્ને આરોપીઓ રેલવે સ્ટેશન પર ઇનોવા ગાડીમાંથી ઉતરતા જોવા મળ્યા હતા.તેઓ ગાડીમાંતી ઉતરીને બસ સ્ટોપ તરફ જતા જોવા મળ્યા હતા.STFની ટીમે ડ્રાઇવર તથા ગાડીને કબ્જે કર્યા છે.
કમલેશ તિવારી હત્યા કાંડ : શાહજહાંપુરમાં દેખાયા સંદિગ્ધ હત્યારાઓ - હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી.જે બાદ વાતાવરણ ગરમાયું હતું.પોલિસએ આરોપીઓની તપાસ શરૂ કરી છે અને ધણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.STF એ હત્યારાઓની તપાસ શરૂ કરી છે.
કમલેશ તિવારી હત્યા કાંડ : શાહજહાંપુરમાં દેખાયા સંદિગ્ધ હત્યારાઓ
કમલેશ તિવારીની હત્યાને અંજામ આપનારા બે હત્યારાઓની ઓળખ થઈ ચૂકી છે. CCTV ફૂટેજમાં દેખાતા બે વ્યક્તિ ફરીદુદ્દીન પઠાણ અને અશફાક શેખ હોવાનો દાવો કરાયો છે. આ બંને હત્યા માટે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા.