ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કમલનાથે વડા પ્રધાનના પિતા અને દાદા પર કરી અભદ્ર ટિપ્પણી ! - Kamal Nath's controversial statement

ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં અને તેમના પરિવારનો ઉલ્લેખ કરીને અભદ્ર ટિપ્પણી કરી હતી. કમલનાથે કહ્યું કે, 'નરેન્દ્ર મોદીજી તમારી પાર્ટીમાંથી એક નામ એવું જણાવો જે સ્વતંત્રતા સંગ્રામના સેનાની રહ્યાં હોય. તમે તમારા બાપ-દાદાનું નામ તો છોડો, સગા-સંબંધીનું તો નામ જણાવો. જે સ્વતંત્રતા સેનાની રહ્યાં હોય. તેમાં કોઈ સ્વતંત્ર સેનાની નથી.

Kamal Nath's controversial statement
કમલનાથનું વિવાદાસ્પદ નિવેદન

By

Published : Jan 9, 2020, 8:05 PM IST

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ ભોપાલના બૈરાગઢમાં આયોજીત કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં તેમણે વડા પ્રધા નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.

કમલનાથે કહ્યું કે, 'NRCનો અર્થ થાય છે, નેશનલ રજિસ્ટર એફ સિટિઝન્શ. જ્યારે તમે તમારું નામ નોંધાવવા જશો તો પ્રશ્ન કરવામાં આવશે કે, તમારો ધર્મ શું છે? તમે જણાવશો કે હિન્દૂ. તો પુછવામાં આવશે કે, તમારી પાસે શું આધાર પુરાવા છે કે, તમે હિન્દૂ છો'.

કમલનાથે કહ્યું કે, 'બાદમાં તેઓ પુછશે કે, તમારા પિતાનો ક્યો ધર્મ છે, દાદાનો ક્યો ધર્મ હતો. કોઈ પુરાવા છે? પ્રશ્ન એ નથી કે તેમાં શું લખ્યું છે, ચિતા એ વાતની છે કે, શું નથી લખ્યું. આ લોકો ગેરમાર્ગે દોરવાની વાત કરે છે'.

ABOUT THE AUTHOR

...view details