ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. કમલનાથે આ બંને નેતાઓને માફી માગવાનું કહ્યું છે, આવું ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
કમલનાથે ભાજપના બે નેતાને મોકલી કાનૂની નોટિસ, જાણો કારણ - પ્રભાત ઝા
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. કમલનાથે આ બંને નેતાઓને માફી માગવાનું કહ્યું હતું, આવું ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
kamalnath
કમલનાથે મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝાને કાનૂની નોટિસ મોકલી છે. આ બંને નેતાઓએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે, કમલનાથે કેન્દ્રીય પ્રધાનના પદ રહીને આયાત કરમાં ઘટાડો કરી ચીની કંપનીઓને ફાયદો કરાવ્યો હતો.
આ અંગે કમલનાથના વકીલે જાણકારી આપી કે, સમગ્ર મામલાને લઈ કમલનાથે વતી બંને ભાજપી નેતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.