ભોપાલ: મધ્ય પ્રદેશના નાણાંપ્રધાન તરુણ ભનોતે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન બિહાહુલાલ સિંહે ફોન કરીને જણાવ્યું કે, ધારાસભ્યોને ગુરૂગ્રામની આઈટીસી હોટલમાં બળજબરી પૂર્વક રાખવામાં આવ્યાં છે અને હોટલમાં જવાની મંજૂરી આપવામાં નથી આવતી. કોંગ્રેસ નેતા તરૂણ ભનોતે કહ્યું કે, હરિયાણામાં ભાજપની સરકાર છે. જેથી ગુરૂગ્રામ પોલીસ અને મધ્ય પ્રદેશના ભાજપ ધારાસભ્યો અને પૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રાએ અમારા બે પ્રધાનોને ધારાસભ્યોની સાથે મુલાકાત નથી કરવા દેતા. કોંગ્રેસના આ આરોપ પર ભાજપના નેતાઓ પર અત્યારે કોઇ પ્રતિક્રિયા નથી આપી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ ગુરૂગ્રામ સ્થિત હોટલ પહોંચ્યા હતા, પરંતુ તેમણે અંદર જવા દેવામાં નથી આવ્યાં કોંગ્રેસ નેતા દિગ્ગીને સાથે મધ્ય પ્રદેશ સરકારના બે પ્રધાનો હાજર છે. આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે, ભાજપ મધ્ય પ્રદેશ સરકારને અસ્થિર કરવા માટે તેમની પાર્ટીના ધારાસભ્યોને લાલચ આપી રહી છે. દિગ્ગીએ આરોપ લગાવ્યો કે, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા 25-35 કરોડ રૂપિયાની લાંચ આપીને લચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન હરિયાણાની તે હોટલમાં પહોંચ્યા છે, જ્યાં ધારાસભ્યોને રાખવામાં આવ્યાં છે. જે બાદ બસપાના ધારાસભ્ય રામબાઈ અને બિસાહૂલાલ સિંહ હોટલની બાહર આવ્યાં છે. જીતુ પટવારીએ કહ્યું કે, આ મામલો હાલ કાબૂમાં છે. કોંગ્રેસ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે જાણકારી આપશે. પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપની પાસે 10-11 ધારાસભ્યો છે. અત્યારે તેમની પાસે 4 ધારાસભ્યો છે.
ગત વર્ષે જુલાઇમાં મધ્ય પ્રદેશના વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યની વિધાનસભામાં કમલનાથ સરકાર પર નિશાન સાધ્યું હતું. ઉપરથી આદેશ છે કે, તમારી સરકાર નહીં ચાલે. 24 જુલાઈ 2019માં ભાર્ગવે કહ્યું કે, અમારા ઉપર વાળા નંબર-1 અને 2નો આદેશ થયો હતો, તમારી સરકાર 24 કલાક પણ નહીં ટકે, 2019 પર ચર્ચા દરમિયાન કમલનાથ સરકારના પક્ષના 122 વોટ પડ્યા હતા. જે દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસ સરકારના પક્ષમાં મતદાન કર્યું હતું.
મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં 230 વિધાનસભાની બેઠકો છે. 2 ધારાસભ્યોનું અવસાન થવાથી વર્તમાનમાં 228 સભ્યો છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્ય છે. કમલનાથ સરકારને અન્ય 4 અપક્ષ ધારાસભ્યો, 2 બસપા અને 1 સપા ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપની પાસે હાલ 107 ધારાસભ્યો છે.