ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે બુધવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, ભાજપ કોરોના વાઈરસની આડમાં ડબલ ગેમ રમી રહી છે.
શિવરાજસિંહ ચૌહાણ પર કરફ્યૂના નિયમોના ભંગનો કમલનાથનો આરોપ - Digvijaya Singh
શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ પૂર્વ સીએમ કમલનાથે સત્તાધારી રાજ્ય સરકાર પર ઘાતક કોરોનાવાઇરસ સામે રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. કમલનાથે આરોપ મુક્યો હતો કે, વિશ્વાસમત માત્ર એક ઔપચારિકતા હતી જે બાદમાં કરી શકાતી હતી. સરકારે ખુદ કરફ્યૂના નિયમનું ઉલ્લંઘન કર્યુ છે.

શિવરાજસિંહ ચૌહાણ પર કરફ્યુના નિયમોના ભંગનો કમલનાથનો આરોપ
કમલનાથે ટ્વીટ કર્યુ હતું કે,' માત્ર ઔપચારિકતા માટે વિશ્વાસમત કરવાનો હતો. જે તો ક્યારેય પણ કરી શકેત. જ્યારે સામાન્ય લોકોને કરફ્યૂમાં મુશ્કેલી વેઠવી પડે છે, પરંતુ સરકાર માત્ર મતની લાલચમાં નિયમોને નેવે મુકીને સત્ર બોલાવે છે. પહેલા જ દિવસે સરકારની કથની અને કરણીમાં અંતર જોવા મળ્યુ છે.'
ભોપાલ અને જબલપુર સહિત રાજ્યના 45 જિલ્લાઓમાં લૉકડાઉન કરાયુ છે. તેવામાં મુખ્યપ્રધાન મતની લાલચમાં વિરોધ પક્ષની ગેરહાજરીમાં 12 કલાકનાં ટુંકા નોટિસ પિરિયડમાં શપથગ્રહણ કરી લીધા હતા.