શુક્રવારે કલ્યાણ સિંહ લખનઉની વિશેષ અદાલતમાં રજૂ થયા હતાં. અદાલતે કલ્યાણ સિંહને 2 લાખની મામુલી રકમ પર જામીન આપવામાં આવ્યા છે. કલ્યાણ સિંહ વિરૂદ્ધ આ મામલે કેટલીક કલમમાં આરોપ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર દરરોજ સુનાવણી કરવામાં આવી રહી છે.
બાબરી મસ્જિદ વિવાદઃ કલ્યાણ સિંહને બાબરી મસ્જિદ તોડવા પર મળ્યા જામીન - ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ
લખનઉઃ ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને બાબરી મસ્જિદ તોડવા પર જામીન આપવામાં આવ્યા હતાં. શુક્રવારે લખનઉની સીબીઆઈ અદાલતે બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત ગુનાહિત કેસમાં કલ્યાણ સિંહને જામીન આપી દીધા હતાં.
jklok
વધુમાં જણાવીએ તો કલ્યાણ સિંહ પર બાબરી ધ્વંસ મામલે કલમ 149 નહીં લગાવવામાં આવે, જો કે જે કલમ લગાવવામાં આવી હતી તેમાં 153a, 153b, 295, 295a, 505 IPC કલમનો સમાવેશ થાય છે.