નોંધનીય છે કે, વારિસ પઠાણે 20 ફેબ્રુઆરીએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. જે બાદ માફી માગતા પોતાના શબ્દો પાછા લેવાની વાત કરી હતી. વારિસ પઠાણેે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, 100 કરોડ લોકો પર 15 કરોડ ભારી પડશે.
કર્ણાટક પોલીસે વારિસ પાઠણને નોટિસ ફટકારી, નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો - ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તિહાદુલ મુસ્લિનીમ
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તિહાદુલ મુસ્લિનીમ (AIMIN)ના નેતા વારિસ પઠાણને કર્ણાટકની કલબુર્ગી પોલીસે નોટિસ મોકલી છે. વારિસ પઠાણને નિવેદન નોંધવવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે.

કર્ણાટક
આ વિવાદીત નિવેદન પર સ્પષ્ટતા કરતા AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું હતું કે, મારા નિવેદનનો ખોટો અર્થ લેવામાં આવ્યો છે. હું મારા નિવદેનને પાછું લઉ છું.