કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ મુદ્દાને બંને પક્ષોએ અપરિપક્વતા દર્શાવી છે. કૈલાશ વિજયવર્ગીયને લાગે છે કે, નિગમના અધિકારી અને આકાશ બંને કાચા ખેલાડી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો ન હતો, જેને મોટો બનાવી દેવામાં આવ્યો.
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, અધિકારીઓ અંહકારી ન હોવા જોઈએ. જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. આ એક કાઉન્સિલર, મેયર અને વિભાગ પ્રધાન રહી ચુક્યા છે. તેમણે વરસાદ દરમિયાન કોઈ પણ આવાસના મકાનને ધ્વસ્ત નથી કર્યું.