ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના રાજકારણ મુદ્દે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આપી પ્રતિક્રિયા

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદનનું સમર્થન કર્યું છે. વિજયવર્ગીયે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વનો હવે તેમના જ નેતાઓ પર કંટ્રોલ નથી રહ્યો. આ કારણે લોકો કોંગ્રેસથી દુર ભાગી રહ્યા છે. આ બધું જ કોંગ્રેસનો અંદરનો મામલો છે.

Kailash Vijayvargiya
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય

By

Published : Jul 13, 2020, 2:51 PM IST

ઇન્દોરઃ રાજસ્થાનમાં ચાલી રહેલી સિયાસી ઉથલપાથલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વિજયવર્ગીયે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વનો હવે તેમના જ નેતાઓ પર કંટ્રોલ નથી રહ્યો. આ કારણે લોકો કોંગ્રેસથી દુર ભાગી રહ્યા છે. આ બધું જ કોંગ્રેસનો અંદરનો મામલો છે.

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય

કૈલાશ વિજયવર્ગીયએ જ્યોતિરાદિત્ય સિંધિયાની વાતનું સમર્થન કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ટેલેન્ટની કદર નથી. રાહુલ ગાંધી ખુદ ચીનને લઈને એવા સવાલો પુછે છે જેનાથી તેમની સમજદારીની ખબર પડી જાય છે. આ કારણે જ કોઈ પણ સમજદાર નેતા કોંગ્રેસમાં રહેવા નથી માંગતુ.

ABOUT THE AUTHOR

...view details