નવી દિલ્હીઃ ADRએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી ઈલેક્શન વોચ અને ADRએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત પક્ષના તમામ સાત નેતાઓના સોગંદનામાનું વિશ્લેષણ કરાયું હતું. આ નિવેદન અનુસાર, સૌથી ઓછી સંપત્તિવાળા પ્રધાન ગોપાલ રાય છે, જ્યારે સૌથી ધનિક પ્રધાન કૈલાસ ગહેલોત છે.
નવી AAP સરકારના સૌથી ધનિક પ્રધાન કૈલાસ ગેહલોત: ADR
સોમવારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 17 ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલા અહેવાલ મુજબ, દિલ્હીમાં નવી સરકાર રચ્યાં બાદ કેજરીવાલ સરકારના પરિવહન પ્રધાન કૈલાસ ગહેલોત આપ સરકારના સૌથી ધનિક પ્રધાન છે.
આપ સરકારના સૌથી ધનિક પ્રધાન કૈલાસ ગહલોત: એડીઆર
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ઈલેક્શન વોચ અને ADRએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત પક્ષના તમામ સાત નેતાઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેસણ અનુસાર સૌથી ઓછી સંપત્તિવાળા પ્રધાન ગોપાલ રાય છે. તેમની સંપત્તિ 90.01 લાખ રૂપિયા છે. જ્યારે સૌથી શ્રીમંત પ્રધાન કૈલાસ ગહેલોત છે, જેમની સંપત્તિ 46.07 કરોડ રૂપિયા છે.