કબ્બડી સ્ટાર અજય ઠાકુરને પદ્મશ્રી બાદ અર્જુન એવોર્ડથી કરાયા સન્માનિત - gujarati news
શિમલાઃ ભારતીય કબ્બડી ટીમના કૅપ્ટન અજય ઠાકુરની કિસ્મતના તારા હાલમાં ચમકી રહ્યા છે. રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે અજય ઠાકુરને કબ્બડીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પદ્મશ્રી એવોર્ડ બાદ અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ajay thakur
અર્જુન ઠાકુરને આ એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો હતો. જેથી હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે અજય ઠાકુરને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યાં હતા. હકીકતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.