જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલના સલાહકારનું રાજીનામું
શ્રીનગરઃ 31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા બાદ ઉપરાજ્યપાલ જીસી મુર્મૂના હાથમાં રાજ્યની કમાન હશે. રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે. વિજય કુમારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનવામાં ગણતરીના કલાકોની જ વાર છે. તેવામાં રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે વિજય કુમારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ગુરૂવારે પ્રશાસનની કમાન ઉપરાજ્યપાલ જીસી મુર્મૂની પાસે હશે. રાજ્યપાલ સત્યપાલ મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે. કે વિજય કુમાર રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર હતાં. તેઓ તમિલનાડુ કૈડરના 1975ની બેચના આઈપીએસ છે. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે જીસી મુર્મૂ અને લદ્દાખના ઉપરાજ્યપાલ આર. કે. માથુકને નિયુક્ત કરાયા છે.