નવી દિલ્હી: ભાજપમાં સામેલ થતા સિંધિયાએ કહ્યું કે, PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર. તેમણે મને પોતાના પરિવારમાં સ્થાન આપ્યું છે. સિંધિયાએ કહ્યું કે, મારા માટે બે તારીખ મહત્વની છે. એક 30 સપ્ટેમ્બર 2001 જે દિવસે મારા પિતાનું અવસાન થયું હતું. જે દિવસ મારુ જીવન બદલનારો હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 આ દિવસે મે મોટો નિર્ણય લીધો છે.
સિંધિયાએ કહ્યું કે, આજે હું દુખી અને વ્યથિત છું. જે કોંગ્રેસ પાર્ટી પહેલ જેવી નથી રહી, તેના ત્રણ મુખ્ય બિંદુઓ છે. પ્રથમ વાસ્તવિકતાનો ઈનકાર કરવો, નવી વિચારધારા અને આગેવાનીને માન્યતા ના આપવી. 2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં સરકાર બની ત્યારે એક સપનું હતું, જે તૂટી ગયું છે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે પૂર્ણ નથી કર્યું. કોંગ્રેસમાં રહીને જનસેવા ના કરી શકાય.