ભોપાલ: મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીથી ગ્વાલિયર જશે અને 12 માર્ચના રોજ ભાજપમાં જોડાઈ શકે છે.
12 માર્ચે ભાજપમાં જોડાઈ શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા - Madhya Pradesh
મધ્ય પ્રદેશમાં રાજકીય ઉઠાપટક ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે. સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા 12 માર્ચે ગુરુવારે ભાજપમાં જોડાઈ શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા
આપને જણાવી દઈએ કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે રાજ્યની કમલનાથ સરકાર પર અલ્પમતમાં આવી જવાનું જોખમ વધી ગયું છે.