ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંધિયા પર ગહેલોત ગરમ તો પાયલટ નરમ, Tweet કરી કહ્યું કે..... - nationalnews

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે સિંધિયાને અવસરવાદી ગણાવ્યા હતા, ત્યારે પ્રહાર કર્યો હતો. રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે જ્યોતિરાદિત્યને લઈ પ્રહાર કર્યા છે.

etv bharat
etv bharat

By

Published : Mar 11, 2020, 11:35 PM IST

જયપુર : જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો સાથે ભાજપે તેમને રાજ્યસભામાં મોકલવાનો પણ નિર્ણય લીધો છે.આ મામલે કોંગ્રેસના નેતા આક્રમક થઈ સિંધિયા પર પ્રહાર કરી રહ્યા છે.રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમને અસરવાદી ગણાવ્યા છે કહ્યું આવા લોકો પહેલા જ ગયા હોત તો સારું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ જોડાવાને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.સચિન પાયલોટે ટ્વીટ કરીને કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. મને લાગે છે કે, પાર્ટીની અંદર વિવાદો ઉકેલી શકાયા હોત.

ABOUT THE AUTHOR

...view details