સિંધિયાએ તેમની ટ્વિટમાં લખ્યુ છે કે, #JammuAndKashmir & #Ladakhને અલગ કરી ભારતમાં તેના એક્ત્રીકરણનું સમર્થન કરુ છું. તેમણે લખ્યુ કે, સારુ થયુ હોત કે બંધારણીય પ્રક્રિયાનું પાલન કરાયુ હોત. તેથી કોઈ સવાલ ઉઠાવી શકાતો નથી. આપણા દેશના હિતમાં હોવાથી હું આ નિર્ણયનું સમર્થન કરુ છું.
કલમ 370 મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું મોદી સરકારનું સમર્થન
ભોપાલઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જમ્મુ-કાશ્મીર અંગેના નિર્ણયનું સમર્થન કર્યુ છે. સિંધિયાએ પોતાના ટ્વિટર અંકાઉન્ટથી પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ કરી છે. લદાખ અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રીય શાસિત પ્રદેશ બનાવ્યા છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભા અને લોકસભામાં પાસ થઈ ગયું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાનું ટ્વિટઃ જમ્મુ કાશ્મીર અંગેના નિર્ણયને મારુ સમર્થન
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કોઈ નેતા હજુ સુધી જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર બોલ્યુ નથી. પરંતુ સિંધિયાએ પાર્ટી લાઈનથી હટી આ બિલનું જાહેરમાં સમર્થન કર્યુ છે.